New Update
/connect-gujarat/media/post_banners/56a23f0782655df7681333b1c17a9b7684b2dfbb697dfdbb18ab831c73325448.webp)
પાકિસ્તાની સેનાએ છેલ્લા ત્રણ દિવસમાં અશાંત બલૂચિસ્તાનમાં એક મોટી કાર્યવાહીમાં 24 આતંકવાદીઓને ઠાર કર્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે શુક્રવારે પાકિસ્તાની પ્રસારણકર્તા જિયો ન્યૂઝને ટાંકીને આ માહિતી આપી છે.
પાકિસ્તાન સેનાએ પણ આ અંગે નિવેદન જાહેર કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશનમાં ચાર સૈનિકો પણ માર્યા ગયા છે. પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં આતંકવાદી હિંસાએ સત્તાવાળાઓને 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા એલર્ટ મોડ પર મૂકી દીધા છે.