રશિયામાં 79મો વિકટ્રી ડે ઉજવવામાં આવ્યો, પરેડમાં 9 હજાર સૈનિકો થયા સામેલ

રશિયામાં 79મો વિક્ટ્રી-ડે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે સોવિયેત સંઘે બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મનીને હરાવ્યું હતું.

New Update
રશિયામાં 79મો વિકટ્રી ડે ઉજવવામાં આવ્યો, પરેડમાં 9 હજાર સૈનિકો થયા સામેલ

રશિયામાં 79મો વિક્ટ્રી-ડે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે સોવિયેત સંઘે બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મનીને હરાવ્યું હતું. પુતિન ક્રેમલિનથી રેડ સ્ક્વેર પહોંચ્યા, જ્યાં પરેડ યોજાઈ હતી. રાષ્ટ્રને સંબોધન કરતા પુતિને કહ્યું કે રશિયા વિશ્વમાં યુદ્ધને પ્રોત્સાહન આપવા માંગતું નથી, પરંતુ અમને કોઈ ધમકી આપી શકે નહીં. તેમણે પશ્ચિમી દેશોને ચેતવણી આપતા કહ્યું કે રશિયન સેના યુદ્ધ માટે દરેક સમયે તૈયાર છે.વિક્ટ્રી-ડે​​​​​​​​​​​​​​ની પરેડમાં 9 હજારથી વધુ જવાનોએ ભાગ લીધો હતો. યુક્રેનમાં લડી ચૂકેલા સૈનિકોએ પણ આમાં ભાગ લીધો હતો. પરેડમાં 70 થી વધુ ટેન્ક અને બખ્તરબંધ વાહનો જોવા મળ્યા હતા. આમાં વિશ્વ યુદ્ધ 2 માં ઉપયોગમાં લેવાતી T-34 ટાંકી સાથે ઇસ્કંદર-એમ બેલિસ્ટિક મિસાઇલ, S-400 એર એર ડિફેન્સ સિસ્ટમ અને યાર્સ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનો સમાવેશ થાય છે.ગયા વર્ષે ખરાબ હવામાનને કારણે ફ્લાયબાય રદ કરવામાં આવી હતી. આ પરેડ એવા સમયે થઈ રહી છે જ્યારે રશિયા યુક્રેન સાથેના યુદ્ધમાં કાંટાની ટક્કર મળી રહી છે. અમેરિકાના સંરક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, યુદ્ધમાં અત્યાર સુધીમાં 1 લાખ રશિયન સૈનિકો માર્યા ગયા છે.

Latest Stories