સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારના કેટલાક ભાગોમાં 3.7 તીવ્રતાનો આવ્યો ભૂંકપ

સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી. લોકોએ કહ્યું કે તેમને ભૂકંપનો આંચકો અનુભવાયો

New Update
maps
Advertisment

સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી. લોકોએ કહ્યું કે તેમને ભૂકંપનો આંચકો અનુભવાયો. જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હતી. હાલમાં કોઈના ઘાયલ થવાની કે મિલકતને કોઈ મોટું નુકસાન થવાની તાત્કાલિક કોઈ માહિતી નથી. 

યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે શુક્રવારે સવારે 7:02 વાગ્યે સાન ફ્રાન્સિસ્કોમાં ભૂકંપ અનુભવાયો. ભૂકંપનું કેન્દ્ર સાન ફ્રાન્સિસ્કોથી ઉત્તરપશ્ચિમમાં લગભગ 3 માઇલ (4.8 કિલોમીટર) દૂર 12 માઇલ (19 કિલોમીટર) ની ઊંડાઈએ જોવા મળ્યું. લોકોએ કહ્યું કે તેમને જોરદાર આંચકો લાગ્યો અને તેઓ ઊંઘમાંથી જાગી ગયા

Latest Stories