પાકિસ્તાનમાં 72 વર્ષના વૃદ્ધના 12 વર્ષની દીકરી સાથે કર્યા લગ્ન

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પિતાએ પોતાની 12 વર્ષની પુત્રીના લગ્ન 72 વર્ષના વૃદ્ધ સાથે કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સમયસર તેમના ઘરે પહોંચી અને નિકાહ થતા અટકાવ્યા

New Update
 નિકાહ

પાકિસ્તાન

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પિતાએ પોતાની 12 વર્ષની પુત્રીના લગ્ન 72 વર્ષના વૃદ્ધ સાથે કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાની મીડિયા એરી ન્યૂઝ અનુસાર, પોલીસ સમયસર તેમના ઘરે પહોંચી અને નિકાહ થતા અટકાવ્યા અને વરરાજાની ધરપકડ કરી.

પોલીસે જણાવ્યું કે બાળકીના પિતા આલમ સૈયદે તેની પુત્રીને 72 વર્ષીય હબીબ ખાનને 5 લાખ પાકિસ્તાની રૂપિયામાં વેચી દીધી હતી. આ પછી બંનેના નિકાહ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મામલાની માહિતી મળતા જ પોલીસ યુવતીના ઘરે પહોંચી હતી. તેઓએ વર હબીબ અને નિકાહ ખ્વાન (લગ્ન કરાવનાર વ્યક્તિ)ની ધરપકડ કરી હતી. જોકે, યુવતીના પિતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.પોલીસે ધરપકડ કરાયેલા આરોપી અને પિતા વિરુદ્ધ બાળ લગ્ન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

Latest Stories