ઈટાલીની હોસ્પીટલમાં લાગી આગ, 4 લોકોના મોત, 200 દર્દીઓનું કરાયું રેસક્યું.......

તિવોલી વિસ્તારમાં એક હોસ્પીટલમાં અચાનક જ આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યાં છે

New Update
ઈટાલીની હોસ્પીટલમાં લાગી આગ, 4 લોકોના મોત, 200 દર્દીઓનું કરાયું રેસક્યું.......

ઈટાલીની હોસ્પીટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તિવોલી વિસ્તારમાં એક હોસ્પીટલમાં અચાનક જ આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યાં છે. તે સમયે 200 જેટલા દર્દીઓને આગના કારણે અન્ય હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાં એક સગર્ભા મહિલા સહિત બાળકો પણ હતા. મળતી માહીતી મુજબ મૃત્યુ પામનારાઓમાં 2 મહિલા અને 2 પુરુષ છે. આગ કેમ લાગી તે હજી સુધી જાની શકયું નથી.

તિવોલીના કાર્યાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યુ હતું કે ઇવેન્જલિસ્ટ હોસ્પીટલમાં આગ શા માટે અને કેવી રીતે લાગી તે શોધવા માટે તપાસ કરવામાં આવી છે. દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાંથી ખસેડવામાં આવ્યા હતા. કહેવામા આવી રહ્યું છે કે આગ પણ કાબૂ મેળવવામાં થોડો વિલંબ થયો હતો. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.

Latest Stories