યુક્રેનની રાજધાની કીવમાં હેલિકોપ્ટર થયું ક્રેશ , ગૃહમંત્રી સહિત 18 લોકોના મોત

યુક્રેનની રાજધાની કીવમાં હેલિકોપ્ટર થયું ક્રેશ , ગૃહમંત્રી સહિત 18 લોકોના મોત
New Update

 યુક્રેનની રાજધાની કીવ નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને બે બાળકો સહિત 18 લોકોના મોત થયા છે. યુક્રેનની પોલીસે આ જાણકારી આપી. યુક્રેનના રાષ્ટ્રીય પોલીસ વડા ઇહોર ક્લાયમેન્કોએ જણાવ્યું હતું કે ઇમરજન્સી સર્વિસ હેલિકોપ્ટર કિવના પૂર્વ ઉપનગર બ્રોવરીમાં ક્રેશ થયું હતું. જીવ ગુમાવનારાઓમાં હેલિકોપ્ટરમાં નવ લોકો સવાર હતા.

પોલીસના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગૃહમંત્રી ડેનિસ મોનાસ્ટીરસ્કી અને નાયબ મંત્રી કિરીલો ટિમોશેન્કોના મોત થયા છે. અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે 10 બાળકો સહિત 22 લોકો ઘાયલ થયા છે. હેલિકોપ્ટર 'કિન્ડરગાર્ટન' પાસે ક્રેશ થયું હતું.

 યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના નાયબ વડાનો હવાલો આપતા જણાવ્યું હતું કે વિમાન કિવથી લગભગ 20 કિમી ઉત્તર-પૂર્વમાં આવેલા બ્રોવરી શહેરમાં ક્રેશ થયું હતું, જ્યારે બાળકો અને સ્ટાફ કિન્ડરગાર્ટનની અંદર હતા.

#ConnectGujarat #helicopter #Ukraine #interior minister
Here are a few more articles:
Read the Next Article