Connect Gujarat
દુનિયા

CM ભુપેન્દ્ર પટેલ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે જાપાનમાં બુલેટ ટ્રેનમાં કરી સફર, વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાનું આમંત્રણ આપ્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો

X

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હાલ જાપાનના પ્રવાસે છે ત્યારે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ -2024 ના પ્રમોશન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ જાપાન અને સિંગાપોરના પ્રવાસે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ બુલેટ ટ્રેનની સફરથી કર્યો હતો.

તેઓ બુલેટ ટ્રેન મારફતે ટોકિયોથી યોકોહામા પહોંચ્યા હતા. યોકોહામાના શેન્કેઈન ગાર્ડનની પણ તેમણે મુલાકાત લીધી હતી. મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રતિનિધિ મંડળે પણ બુલેટ ટ્રેનની સફર કરી હતી. યોકોહામા ભારત સાથે ઐતિહાસિક સંબંધો ધરાવતું શહેર છે તે અંગે પણ તેમણે માહિતી મેળવી હતી.મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાનું આમંત્રણ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વિવિધ 'ફ્યુચરિસ્ટિક પોલિસી' ના અમલ થકી વિકાસને એક નવી દિશા આપવા સજ્જ છે.

Next Story