Connect Gujarat
દુનિયા

અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 6.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ,10 લોકોના મોત

અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 6.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ,10 લોકોના મોત
X

અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં મંગળવારે (21 માર્ચ) રાત્રે 6.5-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન અને ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે પણ મોટું નુકસાન થયું છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જ્યારે પાકિસ્તાનમાં ભૂકંપના કારણે 2 મહિલાઓ સહિત 9 લોકોના મોત થયા છે. ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં 160 લોકો ઘાયલ પણ થયા છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 10.17 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

અફઘાનિસ્તાનમાં કાર્યકારી ગૃહ પ્રધાન સિરજાઉદ્દીન હક્કાનીએ દેશભરના તમામ 34 પ્રાંતોના ગવર્નરો અને પોલીસ વડાઓને ભૂકંપથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા અને સહકાર આપવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે ભૂકંપના આંચકા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપરાંત ઈસ્લામાબાદ અને લાહોર સહિત પાકિસ્તાનના અનેક શહેરોમાં અનુભવાયા હતા.

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, મંગળવાર રાત્રે આવેલા ભૂકંપની શરૂઆત સપાટીથી 187 કિમી ઉંડાઇથી થઇ હતી. સામાન્ય રીતે હિંદુકુશ પ્રદેશમાં ઊંડા ધરતીકંપો આવે છે, જે 100 કિમી કે તેથી ઓછી ઊંડાઈએ ઉદ્દભવે છે

Next Story