ચિલીના એન્ટોફગાસ્તામાં ધ્રુજી ધરા , ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી

દુનિયા | સમાચાર, આજે ચિલીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી

New Update
Antofagasta, Chile

આજે સવારે (શુક્રવારે) ચિલીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. એએફપીના સમાચાર અનુસાર ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપના આ આંચકા ચિલીના એન્ટોફગાસ્તામાં અનુભવાયા હતા. ભૂકંપ સાન પેડ્રો ડી અટાકામા શહેરથી 41 કિલોમીટર દક્ષિણપૂર્વમાં 128 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપ બાદ લોકો ભયભીત થઈ ગયા હતા.

જો કે હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. ભૂકંપના આંચકા બોલિવિયા, પેરાગ્વે અને આર્જેન્ટીના સુધી અનુભવાયા હતા. અગાઉ 29 જૂને પણ અહીં ભૂકંપ આવ્યો હતો. ત્યારે તેની તીવ્રતા 5.2 હતી.

Latest Stories