/connect-gujarat/media/media_files/2025/09/13/congo-2025-09-13-16-11-28.jpg)
કોંગોના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા ઇક્વાડોર પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં એક બોટ ડૂબી જતા 86થી પણ વધારે લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
કોંગોના સરકારી મીડિયા દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે. સરકારી મીડિયાએ આ ઘટના વિશે જાણકારી આપી છે. તેના જણાવ્યાં પ્રમાણે આ દુર્ઘટના બસાનકુસૂ ક્ષેત્રમાં બની છે. આ દુર્ઘટનામાં જેટલા મોત થયા છે તેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ હોવાનું જણાયું છે. કોંગો માટે ખૂબ જ મોટી દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ થયાના સમાચાર મળ્યાં છે.
આખરે શા કારણે આ દુર્ઘટના સર્જાઈ તે અંગે હજી કોઈ જાણકારી પ્રકાશમાં આવી નથી. જો કે, સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, બોટમાં ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવામાં આવ્યાં હતાં, એટલું જ નહીં પરંતુ રાત્રિ દરમિયાન બોટ લઈને જઈ રહ્યા હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હોય તેવી આશંકા છે. આ પહેલા પણ કોંગોમાં અનેક આવી દુર્ઘટનાઓ સર્જાઈ છે. આ પહેલા પણ બોટમાં આગ લાગી હોવાથી આખી બોટ ડૂબી ગઈ હતી. જેમાં 50 લોકોનું મોત થયું હતું.
આતંરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોંગોની વાત કરવામાં આવે તો, કોંગોસમાં આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. કારણ કે, અહીં બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડવામાં આવતા હોય છે. અત્યાર સુધી આને રોકવા માટે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. કોંગોમાં ઘણી બધી જગ્યાઓ છે જ્યાં લોકો અવરજવર માટે હોડીનો ઉપયોગ કરે છે. અહીંના રસ્તાઓ ખરાબ હાલતમાં છે. જેના કારણે આવા અકસ્માતો સર્જાતા રહે છે. બોટમાં અવરજવર કરવા માટે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે પરંતુ તે બાબતે કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી.