કુવૈતમાં હાઉસિંગ કામદારોની એક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ

કુવૈતમાં હાઉસિંગ કામદારોની એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 41 લોકોના મોતની આશંકા છે. કુવૈતના દક્ષિણ અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં વહેલી સવારે છ માળની ઇમારતના રસોડામાં આગ લાગી

New Update
 કુવૈત

કુવૈતમાં હાઉસિંગ કામદારોની એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 41 લોકોના મોતની આશંકા છે. કુવૈતના દક્ષિણ અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં વહેલી સવારે છ માળની ઇમારતના રસોડામાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગમાં લગભગ 160 લોકો રહેતા હતા જે એક જ કંપનીના કર્મચારી છે. ત્યાં રહેતા ઘણા કામદારો કથિત રીતે ભારતીય હતા. હાલમાં 40 ભારતીયના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે 40 થી વધુ લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. જયશંકરે ટ્વિટર પર કહ્યું, કુવૈત શહેરમાં આગની ઘટનાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો. 40 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે અને 50 થી વધુ હોસ્પિટલમાં દાખલ છે. પીડિતોમાં મોટાભાગના ભારતીય હોવાનું કહેવાય છે.



  

Latest Stories