રાજ્ય માટે ગૌરવની ક્ષણ,પ્રજાસત્તાક દિવસે દેશના સૌપ્રથમ સોલાર ઉર્જા વિલેજની ઝાંખી દિલ્હીમાં દેખાશે

દિલ્હીમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશના સૌપ્રથમ સોલાર ઉર્જા વિજેલ મોઢેરા ની ઝાંખી રાજુ થશે.

New Update
રાજ્ય માટે ગૌરવની ક્ષણ,પ્રજાસત્તાક દિવસે દેશના સૌપ્રથમ સોલાર ઉર્જા વિલેજની ઝાંખી દિલ્હીમાં દેખાશે

દિલ્હીમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશના સૌપ્રથમ સોલાર ઉર્જા વિજેલ મોઢેરા ની ઝાંખી રાજુ થશે. આ ઉપરાંત ક્લિન-ગ્રીન ઉર્જા યુક્ત ગુજરાત" વિષય આધારિત ટેબ્લો રાજુ કરવામાં આવશે. મહત્વનું છે કે, ઉર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.'ક્લિન-ગ્રીન ઉર્જા યુક્ત ગુજરાત' વિષય આધારિત નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિને ગુજરાતની ઝાંખી રજૂ થશે.

કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવન ઊર્જાના વિજ્ઞાન-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃ પ્રાપ્ય-હરિત અને શુદ્ધ ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જા ક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવશે ગુજરાતના કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્ક નું નિદર્શન છે. બિનપરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોત સ્વરૂપ સૂર્ય અને પવનને પ્રતીકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશહાલ કન્યાને કચ્છના ભાતીગળ પહેરવેશ માં દર્શાવી છે.ગુજરાતે સતત નવતર પ્રયોગો અને પ્રયાસો કરીને રાષ્ટ્રને નવી દિશા આપવાનું કાર્ય કરે છે. આ ઉપક્રમ બરકરાર રાખી તા.26 જાન્યુઆરી, 2023 ના રોજ નવી દિલ્હીના 'કર્તવ્ય પથ' પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ''ક્લીન-ગ્રીન ઉર્જા યુક્ત ગુજરાત'' વિષય ને આવરી લેતી ઝાંખી રજૂ થશે. જે દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો ના પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મનિર્ભર બનવાનો સંદેશ આપશે

Latest Stories