Connect Gujarat
દુનિયા

અમેરિકામાં 8 મહિનાની બાળકી સહિત ભારતીય મૂળના 4 નાગરિકોનું અપહરણ, પોલીસ તપાસમાં લાગી...

અમેરિકાના કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાંથી ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં 8 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે.

અમેરિકામાં 8 મહિનાની બાળકી સહિત ભારતીય મૂળના 4 નાગરિકોનું અપહરણ, પોલીસ તપાસમાં લાગી...
X

અમેરિકાના કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાંથી ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં 8 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. કેલિફોર્નિયા પોલીસે શંકાસ્પદને સશસ્ત્ર અને "ખૂબ જ ખતરનાક" ગણાવ્યો છે. જોકે, પોલીસે આ કેસમાં વધુ માહિતી શેર કરી નથી.

અમેરિકાના કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે ભારતીય મૂળની આઠ મહિનાની બાળકી અને તેના માતા-પિતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. મર્સિડ કાઉન્ટી શેરિફ ઓફિસે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે , 36 વર્ષીય જસદીપ સિંહ, 27 વર્ષીય જસલીન કૌર, 8 વર્ષીય બાળકી આરોહી ઉપરાંત 39 વર્ષીય અમનદીપ સિંહનું અપહરણ કરવામાં આવ્યું છે. કેલિફોર્નિયા પોલીસે શંકાસ્પદને સશસ્ત્ર અને "ખૂબ જ ખતરનાક" ગણાવ્યો છે. પોલીસે હજુ સુધી આ ઘટના અંગે વધુ વિગતો શેર કરી નથી. આ કેસની તપાસ પ્રાથમિક તબક્કે ચાલી રહી છે. જોકે, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પરિવારના 4 સભ્યોનું હાઇવે-59ના 800 બ્લોકમાં આવેલા કોમર્શિયલ સેન્ટરમાંથી બળજબરીથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ હજુ સુધી અપહરણના હેતુ વિશે કોઈ માહિતી આપી નથી. તે જ સમયે, શેરિફ ઑફિસે સોમવારે લોકોને અપીલ કરી, શંકાસ્પદ વ્યક્તિ અથવા પીડિતાની નજીક ન જવાની સલાહ આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોકોએ શંકાસ્પદ અથવા પીડિતોનો સંપર્ક કરવો જોઈએ નહીં અને, જો તેઓ દેખાય, તો તરત જ 911 પર કૉલ કરો અને સૂચિત કરો. આ પહેલીવાર નથી, જ્યારે ભારતીયોનું અપહરણ થયું હોય.

Next Story