New Update
/connect-gujarat/media/post_banners/5cc43827364078c862838725595db5b029dc1904db575fa85a15db8c0814def9.webp)
અફઘાનિસ્તાનના બલગાન પ્રાંતની ઝમાન મસ્જિદમાં શુક્રવારની નમાજના સમયે બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ભારે નુકશાન થવાની સંભાવના છે. વિસ્ફોટમાં 17ના મોત થયા છે તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, મસ્જિદ શિયા સમુદાય સાથે જોડાયેલી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બ્લાસ્ટ એક શિયા મસ્જિદમાં થયો હતો. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું અને ઘાયલ અને મૃતકોને બહાર કાઢ્વામાં આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને નથી લીધી.
Latest Stories