Connect Gujarat
દુનિયા

આફ્રિકા : અંધવિશ્વાસે લીધા 47 લોકોના જીવ, પાદરીએ કહ્યું - ભૂખ્યા રહેશો તો Jesus સાથે થશે મુલાકાત

આફ્રિકાના દેશ કેન્યામાં એક પાદરીના કહેવા પર 47 જેટલા લોકોએ ભૂખ્યા રહીને સામૂહિક આત્મહત્યા કરી લીધી

આફ્રિકા : અંધવિશ્વાસે લીધા 47 લોકોના જીવ, પાદરીએ કહ્યું - ભૂખ્યા રહેશો તો Jesus સાથે થશે મુલાકાત
X

આફ્રિકાના દેશ કેન્યામાં એક પાદરીના કહેવા પર 47 જેટલા લોકોએ ભૂખ્યા રહીને સામૂહિક આત્મહત્યા કરી લીધી હોવાના ચોંકાવનારા સમાચાર છે. પોલીસને આ મૃતદેહ એક પાદરીની જમીન પરથી જ મળી આવ્યા છે. આફ્રિકાના દેશ કેન્યામાં એક પાદરીના કહેવા પર 47 જેટલા લોકોએ ભૂખ્યા રહીને સામૂહિક આત્મહત્યા કરી લીધી હોવાના ચોંકાવનારા સમાચાર છે. પોલીસને આ મૃતદેહ એક પાદરીની જમીન પરથી જ મળી આવ્યા છે.

કેન્યાના શાકાહોલાના જંગલમાં પોલીસને હજુ પણ મૃતદેહો મળી રહ્યા છે. એવા રિપોર્ટ્સ છે કે ગુડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના એક પાદરીએ આ લોકોને કહ્યું હતું કે જો આ લોકો ભૂખ્યા રહીને પોતાને દફન કરી લેશે તો તેઓ સ્વર્ગમાં જશે અને તેમની મુલાકાત જીસસ સાથે થશે. જો કે પોલીસ તરફથી આ લોકોના મૃતદેહો છેલ્લા ત્રણ દિવસથી કાઢવામાં આવી રહ્યા છે અને મૃતદેહોની સંખ્યા વધી રહી છે. માલિંદી ઉપ-કાઉન્ટીના પોલીસ પ્રમુખ જ્હોન કેમ્બોઈએ આ ઘટના અંગે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે પાદરી પોલ માકેન્જીની જમીન પર હજુ વધુ કબરો ખોદવામાં આવશે. ત્યારબાદ જ આત્મહત્યા કરનારાઓ વિશે ચોક્કસ જાણકારી મળી શકશે. તેમણે કહ્યું કે 14 એપ્રિલના રોજ મૃતદેહ મળ્યા બાદ પાદરીની ધરપકડ કરી લેવાઈ હતી. પાદરીના કહેવા ઉપર જ આ લોકોએ આ પગલું ભર્યું હતું.

Next Story