Connect Gujarat
દુનિયા

1 વર્ષ બાદ આ દેશ બનશે કોરોનાનું એપી સેન્ટર.! માત્ર અઠવાડિયામાં 18 લાખ કેસ, 24 હજારના મોત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ચેતવણી આપી છે કે ફેબ્રુઆરી 2022 સુધી સમગ્ર યુરોપમાં 5 લાખ હજું વધારે લોકોના માર્યા જવાની આશંકા છે

1 વર્ષ બાદ આ દેશ બનશે કોરોનાનું એપી સેન્ટર.! માત્ર અઠવાડિયામાં 18 લાખ કેસ, 24 હજારના મોત
X

કોરોના સમાપ્ત થવાની આરે છે ત્યારે એક સમાચાર ચિંતા વધારી છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ચેતવણી આપી છે કે ફેબ્રુઆરી 2022 સુધી સમગ્ર યુરોપમાં 5 લાખ હજું વધારે લોકોના માર્યા જવાની આશંકા છે. આ રીતે યુરોપ એક વર્ષ બાદ ફરી કોરોનાનું એપી સેન્ટર બનવાની રાહ પર છે. હાલ આનો એક મોટો ભાગ સંક્રમણથી લડી રહ્યો છે.

યુરોપ સંઘના 53 દેશોમાં સંક્રમણની વર્તમાન દર ગંભીર ચિંતાનો વિષય છે.એક અનુમાન અનુસાર જો વર્તમાન સ્થિતિ જળવાઈ રહી તો આવતા વર્ષે (2022) ફેબ્રુઆરી સુધી લગભગ 5 લાખ લોકોના કોરોનાથી મોત થશે. તેમણે કહ્યું કે ગત એક અઠવાડિયામાં 53 દેશોમાં કોરોનાને લીધે હોસ્પિટલમાં દાખલ થવાનો દર બે ગણા થી વધારે વધ્યો છે.જર્મનીમાં ગુરુવારે મહામારી શરુ થયા બાદ સૌથી વધારે નવા મામલા સામે આવ્યા. જર્મનીમાં ગુરુવારે કોરોનાના 37, 120 નવા મામલા સામે આવ્યા. જ્યારે 154 દર્દીના મોત થયા છે.

ત્યારે શુક્રવારે 37 હજાર નવા મામલા આવ્યા છે. નવા મામલાએ ગત વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જર્મનીના સ્વાસ્થ્ય મંત્રીએ દેશમાં કોરોનાની વિરુદ્ધ લોકોને બન્ને ડોઝ લેવો પડશે. તેમજ તેમણે વધારે પ્રતિરોધક ક્ષમતા પ્રદાન કરનારી બૂસ્ટર ડોઝ આપવાનું અભિયાન તેજ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત દેશમાં તપાસની સંખ્યા વધારવા પર ભાર મૂક્યો છે ગ્રીસ સરકારે રસી ન લેનારા લોકો માટે પ્રતિબંધની જાહેરાત કરી છે. અઠવાડિયામાં 2 વાર કોરોના પરિક્ષણ અને સાર્વજનિક સેવાઓ, બેંકો, દુકાનો અને અન્ય સ્થાનો સુધી પહોચવા માટે નેગેટિવ રિપોર્ટ જરુરી છે.

Next Story