અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે ટેક્સાસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, શનિવારે ટેક્સાસના એલનમાં એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં ગોળીબારમાં નવ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, બાદમાં પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો.
એલન પોલીસ વિભાગે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે, પોલીસ એલન પ્રીમિયમ આઉટલેટ્સ પર હાજર છે. હાલ તપાસ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો શોપિંગ મોલની સામેના પાર્કિંગમાંથી ભાગતા જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં જોરથી પોપિંગનો અવાજ સંભળાઇ રહ્યો છે.