અમેરિકા રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે કેદીઓની આપ લે, 26 કેદીઓને કરાયા મુક્ત

દુનિયા | સમાચાર, અમેરિકા-રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે કેદીઓની આપ-લે થઈ છે. કેદીઓની અદલાબદલીનો આ સોદો તુર્કીની રાજધાની અંકારામાં કરવામાં આવ્યો છે.

arrested
New Update

અમેરિકા-રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે કેદીઓની આપ-લે થઈ છે. કેદીઓની અદલાબદલીનો આ સોદો તુર્કીની રાજધાની અંકારામાં કરવામાં આવ્યો છે. ડીલ હેઠળ અમેરિકા, રશિયા અને જર્મની સહિત 7 દેશોની જેલોમાં કેદ 26 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.જેમાંથી 2 સગીર સહિત 10 કેદીઓને રશિયા મોકલવામાં આવ્યા છે.

જ્યારે 13 કેદીઓને જર્મની અને 3 કેદીઓને અમેરિકા મોકલવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આ ડીલને પહેલા જ મંજૂરી આપી દીધી છે. છેલ્લા 3 વર્ષમાં અમેરિકા અને રશિયા વચ્ચે કેદીઓની આપ-લે સંબંધિત આ ત્રીજી ડીલ છે.અગાઉ બંને દેશો વચ્ચે એપ્રિલ 2022 અને ડિસેમ્બર 2022માં કેદીઓની આપ-લે થઈ હતી. આ શીત યુદ્ધ પછીનું સૌથી મોટું એક્સચેન્જ માનવામાં આવે છે.

#અમેરિકા
Here are a few more articles:
Read the Next Article