અમેરિકા: ભારતીય દૂતાવાસના અધિકારીનો મૃતદેહ મળ્યો,આત્મહત્યાના એન્ગલથી પોલીસ તપાસ શરૂ !

દુનિયા | Featured | સમાચાર, અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસના અધિકારીનો મૃતદેહ મળી આવ્યો, ભારતીય દૂતાવાસના પરિસરમાંથી અધિકારીનો મૃતદેહ મળી આવ્યો

amrica
New Update

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસના અધિકારીનો મૃતદેહ મળી આવ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય દૂતાવાસના પરિસરમાંથી અધિકારીનો મૃતદેહ મળી આવ્યો છે.ભારતીય દૂતાવાસે શુક્રવારે જણાવ્યું હતું કે 18 સપ્ટેમ્બરની સાંજે એક ભારતીય અધિકારીનું મૃત્યુ થયું હતું.

એજન્સીઓ પરિવારના સભ્યોના સંપર્કમાં છે. અધિકારીના મૃતદેહને વહેલી તકે ભારત પરત મોકલવામાં આવશે.સ્થાનિક પોલીસ અને સિક્રેટ સર્વિસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ આત્મહત્યાના એંગલથી પણ તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે કહ્યું કે આ આત્મહત્યાનો મામલો લાગે છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.અધિકારીઓએ જણાવ્યું કે શરૂઆતની તપાસમાં એવું જણાયું હતું કે વ્યક્તિએ ગળે ફાંસો ખાધો હતો. એમ્બેસીએ પરિવારની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને મૃત અધિકારી સાથે સંબંધિત માહિતી જાહેર કરી નથી.

#America #police investigation #suicide #Indian embassy
Here are a few more articles:
Read the Next Article