અમેરિકન પોલીસે નાટુ નાટુ સોંગ પર કર્યો ડાન્સ, યુઝર્સે કહ્યું- આ છે ભારતનો જલવો..!

ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR'ના ગીત ' નાટુ નાટુ 'ને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.

New Update
અમેરિકન પોલીસે નાટુ નાટુ સોંગ પર કર્યો ડાન્સ, યુઝર્સે કહ્યું- આ છે ભારતનો જલવો..!

ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'RRR'ના ગીત ' નાટુ નાટુ 'ને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ઓસ્કાર એવોર્ડ 12 માર્ચના રોજ લોસ એન્જલસ, યુએસમાં યોજાયો હતો. દેશભરમાં દરેક લોકો આ જીતની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુએસ પોલીસ પણ નટુ-નટુ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

એક યુઝરે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં કેલિફોર્નિયા પોલીસ RRR ના ગીત 'નાટુ નાટુ ' પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ઘણા લોકો રસ્તા પર હોળી રમતા જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં 'નાટુ નાટુ' ગીત પણ વાગી રહ્યું છે.

સામાન્ય લોકોની સાથે બે પોલીસ અધિકારીઓ પણ આ ગીતના હૂક સ્ટેપ્સ કરતા જોવા મળે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ વીડિયો 11 માર્ચે શેર કરવામાં આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે ઓસ્કાર એવોર્ડ પહેલા જ આ ગીતનો જાદુ આખી દુનિયામાં છવાઈ ગયો હતો.

Latest Stories