Connect Gujarat
દુનિયા

ચીનની પરમાણુ સબમરીનમાં સર્જાયો અકસ્માત, 55 ચાઇનીઝ સૈનિકોનાં મોત....

અકસ્માતમાં 55 સૈનિકોના મોત થયા હતા. જેમાં 22 અધિકારીઓ, 7 ઓફિસર કેડેટ્સ, 9 જુનિયર ઓફિસર અને 17 સૈનિકોનો સમાવેશ થાય છે.

ચીનની પરમાણુ સબમરીનમાં સર્જાયો અકસ્માત, 55 ચાઇનીઝ સૈનિકોનાં મોત....
X

ચીનની ન્યુક્લિયર સબમરીનમા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં આશરે 55 જેટલા સૈનિકોનાં મોત થયા છે. એવું પણ કહેવાય છે કે આ બ્રિટીશના જહાજોને ફસાવવા માંગતી હતી. પરંતુ પોતે જ દુર્ઘટનાનો શિકાર બની ગઈ હતી. અહેવાલ અનુસાર ઓકસીજન સિસ્ટમમાં ખામીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. માર્યા ગયેલા સૈનિકો માંથી એક કેપ્ટન અને બીજા 21 અધિકારીઓએ સામેલ હતા.

ચીને આ અંગે કહેવાય છે કે ચીને આંતરરાષ્ટ્રીય મદદ લેવા માટે ઇનકાર કર્યો હતો. રિપોર્ટ અનુસાર આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રે 8.12 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં 55 સૈનિકોના મોત થયા હતા. જેમાં 22 અધિકારીઓ, 7 ઓફિસર કેડેટ્સ, 9 જુનિયર ઓફિસર અને 17 સૈનિકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં કેપ્ટન કર્નલ ઝુ યોંગ-પેંગ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે ચીન આ ઘટના પણ અત્યાર સુધી મૌન છે. અત્યાર સુધી તેણે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. તમને જણાવી દઈએ કે યુકેનો આ રિપોર્ટ ડિફેન્સ ઈન્ટેલિજન્સ પર આધારિત છે.

Next Story