કેનેડામાં મહારાજા રણજિત સિંહની પ્રતિમા પર  પેલેસ્ટિનિયન બદમાશો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ !

કેનેડાના બ્રામ્પટન પ્રાંતમાં મહારાજા રણજિત સિંહની પ્રતિમા પર કેટલાક પેલેસ્ટિનિયન બદમાશો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.પેલેસ્ટાઈનનો ધ્વજ પણ લગાવ્યો

New Update
7
કેનેડાના બ્રામ્પટન પ્રાંતમાં મહારાજા રણજિત સિંહની પ્રતિમા પર કેટલાક પેલેસ્ટિનિયન બદમાશો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આરોપીઓએ મહારાજા રણજિત સિંહની પ્રતિમા પર પેલેસ્ટાઈનનો ધ્વજ પણ લગાવ્યો હતો.આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ભારે ગરમાવો આવી ગયો હતો.
આ વીડિયો કેનેડિયન પત્રકારે શેર કર્યો છે. પત્રકારે આ કૃત્ય કરનારા બદમાશોને જેહાદી કહીને સંબોધ્યા છે.વાઇરલ થઈ રહેલો વીડિયો લગભગ 37 સેકન્ડનો છે, જેમાં મહારાજા રણજિત સિંહની પ્રતિમાની નીચે ઊભેલા બે યુવક તેમના ઘોડા પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવી રહ્યા છે. બંને યુવકોએ મોઢા ઢાંકેલા હતા અને નીચે કેટલાય લોકો ઊભા હતા તેમજ મહારાજા રણજિત સિંહના ઘોડા પર એક વ્યક્તિ કપડું બાંધતી જોવા મળી હતી.ઘણા લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. સમગ્ર મામલાની જાણ કેનેડાની પીલ પોલીસને કરવામાં આવી છે. હવે કેનેડા પોલીસ દ્વારા આની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
Latest Stories