અફઘાનિસ્તાનમાં વહેલી સવારે આવ્યા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ તીવ્રતા

New Update
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે આવ્યા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ તીવ્રતા

દુનિયાના અનેક દેશોમાં ભૂકંપનાં સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન 12 જ કલાકમાં ત્રણ દેશોમાં ભૂકંપ આવ્યો છે. પાપુઆ ન્યુ ગિની, અફઘાનિસ્તાન અને જાપાનમાં ભૂકંપના સમાચાર છે. ભારતના પડોશમાં રવિવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા બાદ ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે તેના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર રવિવારે સવારે 02:14:52 વાગ્યે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 273 કિમી પૂર્વ ઉત્તરપૂર્વમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.

આ સાથે પાપુઆ ન્યુ ગિનીના ન્યૂ બ્રિટન વિસ્તારમાં ધરતી ધ્રુજારીને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)ના અધિકારીઓએ સમાચાર એજન્સીને જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 6.5 માપવામાં આવી છે. હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.

Latest Stories