સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર હુમલો,હુમલાખોરને પોલીસે ઝડપી પાડ્યો

New Update
સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર હુમલો,હુમલાખોરને પોલીસે ઝડપી પાડ્યો

યુરોપિયન દેશ સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોને બુધવારે (15 મે)ના રોજ હુમલાખોરોએ ગોળી મારી દીધી. ગોળી તેમના પેટમાં વાગી હતી. તેમની હાલત નાજુક છે. સમાચાર એજન્સી TASR અનુસાર, સંસદના ડેપ્યુટી સ્પીકર લુબોસ બ્લાહાએ પોતે આ માહિતી આપી છે. અહેવાલો અનુસાર ચાર રાઉન્ગોડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

પોલીસે હુમલાખોરને પકડી લીધો છે અને તેની પૂછપરછ ચાલુ છે. આ હુમલો ત્યારે થયો જ્યારે વડાપ્રધાન હેન્ડલોવા શહેરમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. સ્લોવેકિયાના રાષ્ટ્રપતિ ઝુઝાના કૈપુતોવાએ હુમલાની નિંદા કરી છે. તેમણે તેને ક્રૂર ગણાવ્યું અને વડાપ્રધાન ફિકોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

Latest Stories