ઇઝરાયેલમાં હુમલાખોરે બસસ્ટોપ પર ઉભેલા 10 લોકોને કારથી કચડયા,આતંકી હુમલાની આશંકા

ગુરુવારે, એક હુમલાખોરે ઇઝરાયલી શહેર હાઇફામાં કારકુર બસ સ્ટોપ પર ઉભેલા લોકો પર પોતાની કાર ચઢાવી દઈને કચડ્યા હતા. આ હુમલામાં 3 મહિલાઓ સહિત 10

New Update
nidhrs

ગુરુવારે, એક હુમલાખોરે ઇઝરાયલી શહેર હાઇફામાં કારકુર બસ સ્ટોપ પર ઉભેલા લોકો પર પોતાની કાર ચઢાવી દઈને કચડ્યા હતા. આ હુમલામાં 3 મહિલાઓ સહિત 10 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકોને માર્યા પછી, હુમલાખોરે બે પોલીસ અધિકારીઓ પર છરીથી હુમલો કર્યો. આ પછી તે ઘટનાસ્થળેથી ભાગી ગયો.

Advertisment

 જોકે, બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ આતંકવાદી હુમલો છે. ઇઝરાયલી સુરક્ષા એજન્સી શિન બેટના જણાવ્યા અનુસાર, હુમલાખોર પેલેસ્ટિનિયન છે. તે ઇઝરાયલમાં રહેતો હતો અને તેનો અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો.ઇઝરાયલના પોલીસ અધિકારી મેગેન ડેવિડ એડોમે જણાવ્યું હતું કે તેમની ટીમે ઘટના સ્થળે 10 ઘાયલ લોકોની સારવાર કરી હતી, જેમાં એક 17 વર્ષની છોકરીનો પણ સમાવેશ થાય છે જેની હાલત ગંભીર હતી.

Advertisment
Latest Stories