ઓસ્ટ્રિયા : ગ્રાઝની એક સ્કૂલમાં થયો ગોળીબાર, 7 વિદ્યાર્થીઓ સહિત 9 લોકોના મોત

ઓસ્ટ્રિયાના બીજા સૌથી મોટા શહેર ગ્રાઝની એક સ્કૂલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રિયા પ્રેસ એજન્સી APAના અહેવાલ મુજબ, ગ્રાઝ શહેરના મેયરે

New Update
garaaj

સ્કૂલનો એક વિદ્યાર્થી બંદૂક લઈને ત્યાં પહોંચ્યો અને તેની સામે આવનારા લોકો પર આડેધડ ગોળીબાર કરવા લાગ્યો. પોલીસે જણાવ્યું કે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ ખતરો નથી.

ઓસ્ટ્રિયાના બીજા સૌથી મોટા શહેર ગ્રાઝની એક સ્કૂલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રિયા પ્રેસ એજન્સી APAના અહેવાલ મુજબ, ગ્રાઝ શહેરના મેયરે જણાવ્યું હતું કે આ ગોળીબારમાં 7 વિદ્યાર્થીઓ સહિત 9 લોકોના મોત થયા છે.

શાળાનો એક વિદ્યાર્થી બંદૂક લઈને ત્યાં પહોંચ્યો અને જેને પણ જોયો તેના પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો. આ પછી, વિદ્યાર્થીએ વોશરૂમમાં જઈને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું કે તેમને સવારે 10 વાગ્યે (સ્થાનિક સમય) માહિતી મળી હતી અને તેના થોડા સમય પછી શાળાના મકાનની અંદરથી ગોળીબારનો અવાજ સંભળાયો.પોલીસે લોકોને તે વિસ્તારથી દૂર રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે શાળા ખાલી કરાવી દેવામાં આવી છે અને દરેકને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને હવે કોઈ ખતરો નથી. ઑસ્ટ્રિયન શહેર ગ્રાઝ દેશના દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે અને તેની વસ્તી લગભગ 300,000 છે.