/connect-gujarat/media/media_files/2024/11/29/0HsYJLnERUHZouBqKk4a.jpg)
બાંગ્લાદેશ ઇસ્કોને ગુરુવારે ચિન્મય પ્રભુને તમામ પદો પરથી હટાવી દીધા છે. સંસ્થાના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસ બ્રહ્મચારીએ ગેરશિસ્તતા (અનુશાસનહીનતા)નો આરોપ લગાવ્યો અને કહ્યું હતું કે તેમની પ્રવૃત્તિઓને ઇસ્કોન સાથે કોઈ લેવાદેવા નથી.દાસે એમ પણ કહ્યું હતું કે ચિન્મયની ધરપકડના વિરોધ દરમિયાન વકીલ સૈફુલ ઈસ્લામ અલીફના મૃત્યુ સાથે તેમની સંસ્થાનો કોઈ સંબંધ નથી.
આ પહેલાં બપોરે ઢાકા હાઈકોર્ટે ગુરુવારે બાંગ્લાદેશમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માગને ફગાવી દીધી હતી. કોર્ટમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું હતું કે અમે ઇસ્કોનની ગતિવિધિઓ સામે જરૂરી પગલાં લીધાં છે. આ મુદ્દો સરકારની પ્રાથમિકતા છે.સરકારે કહ્યું હતું કે ઇસ્કોન કેસમાં અત્યારસુધીમાં 3 કેસ નોંધાયા છે અને 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશમાં કોઈપણ પ્રકારની અશાંતિને રોકવા માટે સેના તહેનાત કરવામાં આવી છે.