માંડ-માંડ બચ્યા જાપાનના પ્રધાનમંત્રી, ભાષણ દરમિયાન વિસ્ફોટ, એકની અટકાયત

કિશિદા પાસે પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી. આ મામલે એક વ્યક્તિને પશ્ચિમ જાપાનના વાકાયામાના પોર્ટ પર અટકાયત કરી લેવામાં આવી છે.

New Update
માંડ-માંડ બચ્યા જાપાનના પ્રધાનમંત્રી, ભાષણ દરમિયાન વિસ્ફોટ, એકની અટકાયત

જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. જાપાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વડાપ્રધાન ફુમિયો કિશિદા (Fumio Kishida) ની સભામાં જોરદાર ધડાકો થયો હતો. જોકે, કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જાપાની મીડિયાના અહેવાલ મુજબ કિશિદા પાસે પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી. આ મામલે એક વ્યક્તિને પશ્ચિમ જાપાનના વાકાયામાના પોર્ટ પર અટકાયત કરી લેવામાં આવી છે.

19 સેકન્ડના ફૂટેજમાં મીડિયાકર્મીઓ અને અન્ય લોકો જ્યાં કિશિદા હોવાના અહેવાલ છે ત્યાંથી ભાગતા દેખાઈ રહ્યા છે. આ સ્થળે બ્લાસ્ટ બાદ ચારેય તરફ ધુમાડો છવાઈ ગયો હતો. મીડિયા અનુસાર ઘટનાસ્થળે વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો. તરત જ પીએમ ફ્યુમિયો કિશિદાને વિસ્ફોટના સ્થળે કવર કરી લેવામાં આવ્યા હતા. સ્થળ પર એકઠા થયેલા લોકો પણ આમતેમદોડવા લાગ્યા હતા. તો બીજી તરફ ધ જાપાન ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે વડા પ્રધાન તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ વાકાયામા શહેરમાં વિસ્ફોટ થયો હતો.

આ ઘટનાની તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, સ્થાનિક પોલીસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. નેશનલ બ્રોડકાસ્ટર NHK એ ઘટનાસ્થળ પર ભીડ વચ્ચે પોલીસ દ્વારા એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાના ફૂટેજ પણ દર્શાવ્યા હતા. આ પહેલા જુલાઈ 2022માં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી જાપાને સુરક્ષા વધારી દીધી છે.

Latest Stories