સચેત થજો, ફરી એક કોરોના લહેર આવી...જાપાનમાં પગપેસારો

કોરોના મહામારીએ વર્ષ 2019-20માં વિશ્વભરના દેશોને બાનમાં લીધુ હતુંજીવલેણ વાયરસે દુનિયમાં ટેક્નોલોજીમાં માસ્ટર ગણાતા જાપાનમાં પગપેસારો કર્યો છે.જાપાનમાં COVID-19ના વધતા કેસોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

New Update
જ

કોરોના મહામારીએ વર્ષ 2019-20માં વિશ્વભરના દેશોને બાનમાં લીધુ હતું. આ મહામારીને કારણે લગભગ દોઢ વર્ષ સુધી દુનિયાના મોટા ભાગના દેશો થંભી ગયા હતા.

તેમજ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)2020ની 11 માર્ચે આ રોગને મહામારી જાહેર કરી હતી. લોકો હજુ સુધી આ મહામારીને ભૂલી શક્યા નથી.

 ત્યારે હવે ફરી એકવાર આ જીવલેણ વાયરસે દુનિયમાં ટેક્નોલોજીમાં માસ્ટર ગણાતા જાપાનમાં પગપેસારો કર્યો છે.જાપાનમાં COVID-19ના વધતા કેસોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

 આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જાપાન કોરોનાના નવા વેરિયન્ટથી ઝઝૂમી રહ્યુ છે. દેશમાં કેવિડ-19ના સંક્રમણની 11મી લહેરને વેગ આપી રહ્યું છે.

Latest Stories