કોરોના મહામારીએ વર્ષ 2019-20માં વિશ્વભરના દેશોને બાનમાં લીધુ હતું. આ મહામારીને કારણે લગભગ દોઢ વર્ષ સુધી દુનિયાના મોટા ભાગના દેશો થંભી ગયા હતા.
તેમજ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ 2020ની 11 માર્ચે આ રોગને મહામારી જાહેર કરી હતી. લોકો હજુ સુધી આ મહામારીને ભૂલી શક્યા નથી.
ત્યારે હવે ફરી એકવાર આ જીવલેણ વાયરસે દુનિયમાં ટેક્નોલોજીમાં માસ્ટર ગણાતા જાપાનમાં પગપેસારો કર્યો છે.જાપાનમાં COVID-19ના વધતા કેસોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જાપાન કોરોનાના નવા વેરિયન્ટથી ઝઝૂમી રહ્યુ છે. દેશમાં કેવિડ-19ના સંક્રમણની 11મી લહેરને વેગ આપી રહ્યું છે.