/connect-gujarat/media/post_banners/fe3b6e611830c384d236516e2fdbe9e279d566ba313f90d9a917b24573f1ce96.jpg)
ત્રણ દિવસીય યુરોપના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. પીએમ મોદી બર્લિનમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા. મોદી હોટેલ એડલાન કેમ્પિન્સકી પહોંચ્યા હતા. આ દરમિયાન ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન 'ભારત માતા કી જય'ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
પીએમ મોદી જર્મન ચાન્સેલર ઓલાફ શાલ્ઝને મળશે. આ સિવાય તે ઘણા બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે. અહીં પીએમના સંબોધનનો કાર્યક્રમ પણ છે.બર્લિન પહોંચીને પીએમએ એક ટ્વિટ કર્યું. તેમણે ટ્વીટ કરીને પોતાના કાર્યક્રમની માહિતી આપી છે. મોદીએ ટ્વીટમાં જણાવ્યુ કે, મને ખાતરી છે કે આ મુલાકાત ભારત અને જર્મની વચ્ચેની મિત્રતા વધુ મજબૂત કરશે.