New Update
/connect-gujarat/media/media_files/2025/09/30/bharuch-2025-09-30-13-55-15.jpg)
ભરૂચની એમ.કે. કોમર્સ કોલેજ ખાતે ઈન્ટેન્સિફાઇડ આઈ.ઈ.સી. કેમ્પેઇન-2025 અંતર્ગત રેડ રન મેરેથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં DTHO ડૉ. વાય.આર. માસ્ટર, સિવિલ સર્જન ડૉ. વી.એમ. ઉપાધ્યાય, કોલેજના પ્રિન્સિપાલ તેમજ વડોદરા DAPCUના CSO ભરતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર તથા NACOના માર્ગદર્શન હેઠળ HIV તેમજ જાતીય રોગોના નિવારણ અંગે યુવાનોમાં જનજાગૃતિ ફેલાવવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Latest Stories