/connect-gujarat/media/media_files/2025/01/17/S53ALCrzrISR2fWpFSSc.jpg)
અમેરિકામાં H1-B વિઝાને લગતા નિયમો બદલવાનો પ્રસ્તાવ સેનેટમાં બર્ની સેન્ડર્સે મૂક્યો છે. H1-B વિઝાનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકામાં પ્રભાવશાળી ટેલેન્ટને લાવવાને બદલે ઓછા પગારમાં કામ કરતાં વિદેશી વર્કરને લાવવામાં થઈ રહ્યો છે જે અમેરિકાને નુકસાન પહોંચાડશે એવું તેમનું માનવું છે.
આ પ્રસ્તાવ હેઠળ અમેરિકામાં H1-B વિઝા આપીને વિદેશ ગેસ્ટ વર્કરને બોલાવવા પર પ્રતિબંધ લાગશે. સેન્ડર્સનો પ્રસ્તાવ ઇમિગ્રેશનને લગતો લાકેન રિલે એક્ટમાં સુધારો કરવાનો છે.
સેન્ડર્સનું કહેવું છે કે H1-B વિઝાનો ઉપયોગ કરીને મોટી મોટીકંપનીઓ ઓછા પગાર પર ગેસ્ટ વર્કરને બોલાવીને પોતાનું કામ કરાવી રહી છે. આ એક એવું પગલું છે જે અમેરિકાને નુકસાન પહોંચાડશે અને તેની અસરો લાંબા સમય પછી દેખાશે.
સેન્ડર્સે કહ્યું કે સરકાર એવી કંપનીઓ પર પેનલ્ટી લગાવશે જે વર્કરને ઓછા વેતન પર કામે રાખે છે. સરકારને આનાથી આવકની દ્રષ્ટિએ ફાયદો થશે. આ આવક વર્ષે 370 મિલિયન ડોલર સુધી સુધી પહોંચી શકે છે. આ રકમથી સરકાર 20 હજાર અમેરિકન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી શકે છે. આ વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત વગેરે વિષયોના હશે. આ વિદ્યાર્થીઓ સારા વ્યાવસાયિક બનશે અને અમેરિકાના વિકાસની ગતિને વેગ આપશે.