Connect Gujarat
દુનિયા

ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં બ્લાસ્ટ, ઈલેક્શન પંચની ઓફિસ બહાર ધડાકો..!

કરાચીમાં ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન (ECP)ની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી રહી છે.

ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં બ્લાસ્ટ, ઈલેક્શન પંચની ઓફિસ બહાર ધડાકો..!
X

કરાચીમાં ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન (ECP)ની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ચૂંટણી પંચના પ્રાંતીય કાર્યાલયના પાર્કિંગમાં કચરાપેટીમાં IED ભરેલી બેગ ફેંકાયા બાદ નાનો વિસ્ફોટ થયો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારી ડીઆઈજી સૈયદ અસદ રઝાએ જણાવ્યું કે IED બોમ્બ ધરાવતી પ્લાસ્ટિકની થેલી પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)ના પ્રાંતીય મુખ્યાલયના પાર્કિંગમાં રાખવામાં આવી હતી. "બેગમાં ટાઈમર સાથેનો આઈઈડી હતો અને તે રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે વિસ્ફોટ થવાનો હતો, પરંતુ પાર્કિંગની સફાઈ કરી રહેલા એક કર્મચારીએ બેગને જોઈ અને તેને બિલ્ડિંગની બહાર ડસ્ટબિનમાં ફેંકી દીધી હતી.

અધિકારીએ કહ્યું કે જ્યારે બેગ ફેંકવામાં આવી ત્યારે એક નાનો વિસ્ફોટ થયો અને મોટી દુર્ઘટના ટળી ગઈ. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, નિશાન ઈસીપી ઓફિસ હતી અને જો પાર્કિંગની અંદર બોમ્બ વિસ્ફોટ થયો હોત તો તેનાથી જાનહાનિ અને ભારે નુકસાન થઈ શકે છે.

Next Story