Connect Gujarat
દુનિયા

ગાઝા પટ્ટી પર ફરી એકવાર થયો બોમ્બનો વરસાદ, ઇઝરાયેલી સેનાએ ગાઝામાં હવાઈ હુમલો કર્યો

ગાઝા પટ્ટી પર ફરી એકવાર થયો બોમ્બનો વરસાદ, ઇઝરાયેલી સેનાએ ગાઝામાં હવાઈ હુમલો કર્યો
X

મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. ગયા શુક્રવારથી ગુરુવાર સુધી ચાલેલો યુદ્ધવિરામ આખરે સમાપ્ત થયો અને ગાઝા (Israeli-Palestinian conflict) પટ્ટી પર ફરી એકવાર બોમ્બનો વરસાદ થવા લાગ્યો. શુક્રવારે સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયો, ત્યારબાદ ઇઝરાયેલી સેનાએ (Israel resumed attacks) ગાઝામાં હવાઈ હુમલો શરૂ કર્યો. કતાર સહિતના આંતરરાષ્ટ્રીય સંગઠનો ગાઝા પટ્ટી (Gaza Attacks) પર શાસન કરતા ઈઝરાયેલ અને હમાસ સાથે કરાર કરવા માટે કામ કરી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવતાવાદી આયોગના વડા માર્ટિન ગ્રિફિથે યુદ્ધવિરામની માંગ કરી છે. તેમણે કહ્યું કે ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનીઓને છુપાવવા માટે કોઈ સ્થાન નથી. હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદે કહ્યું કે તેઓએ તેલ અવીવ, અશ્દોદ અને અશ્કેલોન સહિત અનેક ઇઝરાયેલ શહેરો પર રોકેટ છોડ્યા. ઈઝરાયેલ-લેબનોન બોર્ડર પર પણ લડાઈ શરૂ થઈ ગઈ છે.

Next Story