મેક્સિકોમાં બસ 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 17 લોકોના મોત, બસમાં 6 ભારતીય પણ સવાર હતા……

પશ્ચિમ મેક્સિકોમાં ગુરુવારે વહેલી સવારે હાઈવે નજીક એક પેસેન્જર બસ ખાડામાં ગરકાવ થઈ ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે.

મેક્સિકોમાં બસ 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 17 લોકોના મોત, બસમાં 6 ભારતીય પણ સવાર હતા……
New Update

પશ્ચિમ મેક્સિકોમાં ગુરુવારે વહેલી સવારે હાઈવે નજીક એક પેસેન્જર બસ ખાડામાં ગરકાવ થઈ ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. આ દરમિયાન લગભગ 22 અન્ય લોકો ઘાયલ થયા હતા. જોકે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. નાયરિત રાજ્ય સુરક્ષા અને નાગરિક સંરક્ષણ સચિવ જોર્જ બેનિટો રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડો લગભગ 50 મીટર (164 ફૂટ) ઊંડો હતો. મૃતકોમાં 14 વયસ્કો અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. બસમાં 40 મુસાફરો સવાર હતા. આ બસ તિજુઆના તરફ જઈ રહી હતી. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યની રાજધાની ટેપિકની બહારના હાઇવે પર બરાન્કા બ્લાન્કા નજીક બસ ક્રેશ થઈ હતી. બસમાં છ ભારતીય નાગરિકો સવાર હતા. ગયા મહિનાની શરૂઆતમાં, દક્ષિણના રાજ્ય ઓક્સાકામાં બસ અકસ્માતમાં 29 લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરીમાં, મધ્ય મેક્સિકોમાં દક્ષિણ અને મધ્ય અમેરિકાના અપ્રવાસીઓને લઈ જતી બસ ક્રેશ થઈ હતી, જેમાં 17 લોકોના મોત થયા હતા.

#Connect Gujarat #BeyondJustNews #World #Mexico #deep canyon #Bus plunges #17 people killed #6 Indians
Here are a few more articles:
Read the Next Article