Connect Gujarat
દુનિયા

કેનેડાઃ ખાલિસ્તાના સમર્થક ગેંગસ્ટર સુખાની હત્યા, બે ગેંગ વચ્ચેની લડાઈ બની મોતનું કારણ.

કેનેડાથી વધુ એક ખાલિસ્તાન સમર્થક ગેંગસ્ટરના મોતના સમાચાર આવી રહ્યા છે.

કેનેડાઃ ખાલિસ્તાના સમર્થક ગેંગસ્ટર સુખાની હત્યા, બે ગેંગ વચ્ચેની લડાઈ બની મોતનું કારણ.
X

કેનેડાથી વધુ એક ખાલિસ્તાન સમર્થક ગેંગસ્ટરના મોતના સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, બે ગેંગ વચ્ચેની લડાઈમાં ગેંગસ્ટર સુખા દુનેકેની હત્યા કરવામાં આવી છે. મેનિટોબા પ્રાંતના વિનીપેગમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેની હત્યા કરી હતી. સુખા કેનેડામાં ખાલિસ્તાન ચળવળનો મોટો સમર્થક હતો.

નોંધનીય છે કે સુખા દુનાકેનું સાચું નામ સુખદુલ સિંહ હોવાનું કહેવાય છે. તે નકલી દસ્તાવેજો દ્વારા 2017માં પંજાબથી કેનેડા ભાગી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની જેમ સુખાનું પણ મોત થયું હતું. નિજ્જરને 15 ગોળીઓથી ઠાર કરવામાં આવ્યો હતો. તે બે ગેંગ વચ્ચેના યુદ્ધનું પરિણામ હોવાનું માનવામાં આવતું હતું. જો કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે તેમની હત્યા કોઈ પુરાવા આપ્યા વિના ભારત સાથે જોડાયેલી છે.

Next Story