/connect-gujarat/media/media_files/2025/03/14/8HBrQgmyoZWFYwbBIhVD.jpg)
કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીનો શપથ ગ્રહણ સમારોહ શુક્રવાર 14 માર્ચે યોજાશે. તેઓ કેનેડાના 24મા વડાપ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગ્યે રાજધાની ઓટ્ટાવામાં રીડો હોલના બોલરૂમમાં યોજાશે.કાર્ની ઉપરાંત તેમના મંત્રીમંડળના સભ્યો પણ શુક્રવારે શપથ લેશે. તેમણે 9 ફેબ્રુઆરીના રોજ લિબરલ પાર્ટીના નેતાની ચૂંટણી જીતી હતી.
કાર્નીને 85.9% મત મળ્યા હતા. માર્ક કાર્ની વર્તમાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સ્થાને સત્તા સંભાળશે.પાર્ટી નેતાની ચૂંટણી જીત્યા બાદ કાર્નીએ વડાપ્રધાન ટ્રુડોને સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે સત્તા સોંપવા અંગે ચર્ચા થઈ હતી. ટ્રુડોએ જાન્યુઆરીમાં વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. શુક્રવારે, ટ્રુડો ગવર્નર જનરલ પાસે જશે અને સત્તાવાર રીતે પોતાનું રાજીનામું સુપરત કરશે.