/connect-gujarat/media/media_files/2025/12/09/robot-2025-12-09-13-22-56.jpg)
ચીનમાં હોમ એપ્લાયન્સીસ બનાવતી જાણીતી કંપની 'મીડિયા'એ વિશ્વનો પ્રથમ એવો હ્યુમેનોઇડ રોબોટ રજૂ કર્યો છે જેમાં માણસની જેમ છ હાથ લાગેલા છે અને જે 360 ડિગ્રી સુધી ફરી શકે છે.
‘સિક્સ આર્મ વ્હીલ લેગ ડિઝાઇન’ ધરાવતો આ નેક્સ્ટ જનરેશન રોબોટ મિરો યુ ખાસ કરીને ફેક્ટરીઓ માટે બનાવવામાં આવ્યો છે, જેથી ઉદ્યોગોમાં મુશ્કેલ અને ચોકસાઈ માંગતા કામોમાં માનવશક્તિ પરનો દબાણ ઓછો થાય. કંપનીના વાયસ પ્રેસિડન્ટ વેઈ ચાંગે જણાવ્યું મુજબ, મિરો યુ ત્રીજી પેઢીનો હ્યુમેનોઇડ રોબોટ છે અને તેના છેય હાથ અલગ-અલગ કાર્ય એકસાથે કરી શકે છે, જે તેને વધુ કાર્યક્ષમ બનાવે છે.
આ રોબોટનો ડિઝાઇન માત્ર હાથ પૂરતા સીમિત નથી. તેમાં પૈડા પણ લગાવવામાં આવ્યા છે જેથી તે સરળતાથી એક સ્થાનથી બીજા સ્થાન સુધી જઈ શકે અને ફેક્ટરી ફ્લોર પર સતત કામ કરી શકે. મિડિયાનો દાવો છે કે તેણે આ રોબોટિક ટેકનોલોજી પૂરી રીતે જાતે વિકસાવી છે અને વર્ષના અંત સુધીમાં મિરો યુને પોતાની જ ફેક્ટરીઓમાં ગોઠવીને ઉત્પાદન પ્રક્રિયાનો સમય ઓછો કરવામાં આવશે. રોબોટ પ્રોડક્શન લાઇનના ફેરફારો અને એડજસ્ટમેન્ટ જેવા કામોમાં નોંધપાત્ર ઝડપ અને ચોકસાઈ લાવી શકે તેવી આશા છે.
કંપની રોબોટિક્સને પોતાના લાંબા ગાળાના રોકાણ અને વ્યૂહરચનાનો મુખ્ય હિસ્સો ગણાવી રહી છે. મિરો યુ ઉપરાંત મિડિયા ‘મિલા સીરિઝ’ નામની બીજી રોબોટિક લાઇન પણ તૈયાર કરી રહી છે, જેને કોમર્શિયલ તેમજ ઘરગથ્થુ ઉપયોગ માટે ડીઝાઇન કરવામાં આવી રહી છે. તેનું પરીક્ષણ લગભગ પૂર્ણ થયું છે અને આવતા વર્ષે આ રોબોટ બજારમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે. આ સાથે, વિશ્વભરની અનેક ટેક કંપનીઓ પણ પોતાના અદ્યતન રોબોટ્સ બજારમાં મૂકવાની તૈયારીમાં છે, જેનાથી ભવિષ્યમાં રોબોટિક્સનો ઉપયોગ રોજિંદા જીવન અને ઉદ્યોગ બંનેમાં વધુ વ્યાપક બનશે.