/connect-gujarat/media/media_files/2025/12/10/china-2025-12-10-16-02-24.jpg)
અમેરિકા અને પશ્ચિમી દેશોના વધતા ટેરિફ દબાણ વચ્ચે પણ ચીને આર્થિક મોરચે મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
વૈશ્વિક વેપારના અનિશ્ચિત માહોલ, સપ્લાય ચેઇનના તણાવ અને જીઓપોલિટીક્સના વધતા દબાણ વચ્ચે પણ ચીનએ વર્ષ 2024 માટે લગભગ 1 ટ્રિલિયન ડોલરનું ઐતિહાસિક ટ્રેડ સરપ્લસ નોંધાવ્યું છે. આ ચીનના અત્યાર સુધીના સૌથી ઊંચા સરપ્લસનું રેકોર્ડ છે, જે તેની ઉત્પાદન ક્ષમતા, નિકાસના વ્યાપ અને વૈશ્વિક બજારોમાં તેની મજબૂત હાજરીને દર્શાવે છે.
ચીનના આ ટ્રેડ સરપ્લસ પાછળના સૌથી મોટા કારણોમાં તેની મજબૂત ઉત્પાદન ઢાંચો, ઓછી ઉત્પાદન કિંમત, અને ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ, સોલર પેનલ્સ, બેટરીઝ અને મશીનરી જેવી હાઈ-વેલ્યુ નિકાસનો વધારો છે. ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનો (EV), ચિપ મેન્યુફેકચરિંગ, અને ગ્રીન-ટેક ઈન્ડસ્ટ્રીઝમાં ચીનની આક્રમક નિકાસ નીતીએ વેપાર સરપ્લસને વધુ મજબૂત બનાવ્યો છે.
જ્યારે અમેરિકા અને યુરોપે ચીની માલપર વધારાના ટેરિફ લગાવ્યા હતા, ત્યારે અપેક્ષા હતી કે ચીનની નિકાસ પર ભારે અસર પડશે, પરંતુ તેનાથી ચીનના વેપારમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. બદલામાં, ચીને સાઉથઈસ્ટ એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વ જેવા નવા બજારો રીતે વિકલ્પ ઉભા કર્યા.
બીજી બાજુ, આટલો મોટો ટ્રેડ સરપ્લસ વૈશ્વિક અર્થતંત્રમાં નવી ચિંતાઓ ઊભી કરી રહ્યો છે. અમેરિકી અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ચીની નિકાસના વધતા પ્રવાહથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી શકે છે અને અનેક દેશો તેમની સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષિત રાખવા ફરી ટેરિફ વધારવાની દિશામાં વિચાર કરી શકે છે.
ચીન માટે આ રેકોર્ડ સરપ્લસ તેની આર્થિક શક્તિનું પ્રતિબિંબ છે, પરંતુ વૈશ્વિક સ્તરે તે નવા રાજકીય અને વેપાર દબાણને પણ આમંત્રણ આપે છે. આવતા મહિનાઓમાં વિશ્વ ચીનની આ નિકાસ નીતિ અને વધતા ટેરિફ યુદ્ધોનો અર્થતંત્ર પર અસર કેવી પડે છે તે ખાસ ધ્યાનથી જોવાનું રહેશે.