/connect-gujarat/media/media_files/2025/12/03/bang-2025-12-03-17-13-08.jpg)
બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા સત્તાપલટા બાદ ભારત સાથેના સંબંધોમાં વધતી ખટાશ વચ્ચે એક મોટું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.
બાંગ્લાદેશ આર્મીના નિવૃત્ત બ્રિગેડિયર જનરલ અબ્દુલ્લાહિલ અમાંન આઝમીએ એક ઓનલાઈન ચર્ચા દરમિયાન ભારત વિરુદ્ધ અત્યંત ઉગ્ર અને આક્રમક ભાષા વાપરી હતી. તેમના સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં તેઓ કહેતા જોવા મળે છે કે “જ્યાં સુધી ભારતના ટુકડાં નહીં થાય, ત્યાં સુધી બાંગ્લાદેશમાં સંપૂર્ણ શાંતિ આવી શકશે નહીં.” આઝમી જમાત-એ-ઈસ્લામીના પૂર્વ પ્રમુખ ગુલામ આઝમના દીકરા છે અને તેઓ અગાઉ પણ ભારત વિશે ઉશ્કેરણીજનક નિવેદનો આપી ચૂક્યા છે.
આ Video બહાર પડતા જ દક્ષિણ એશિયામાં રાજકીય ચર્ચા વધુ ગરમાઈ ગઈ છે. સત્તાપલટા પછી બાંગ્લાદેશના રાજકીય માહોલમાં વધતી અનિશ્ચિતતા અને આંતરિક તણાવને કારણે કેટલાક નેતાઓ અને પૂર્વ સૈનિકો ખુલ્લેઆમ ભારતને નિશાન બનાવી રહ્યા છે. વિશેષજ્ઞોના મતે, આવી ટિપ્પણીઓ માત્ર આંતરિક રાજનીતિને ધ્રુવીકરણ તરફ દોરી જતી નથી, પરંતુ બે દેશો વચ્ચેની શાંતિપ્રક્રિયા, સુરક્ષા સહકાર અને રાજનૈતિક સંવાદ પર પણ પ્રતિકૂળ અસર કરી શકે છે. ભારત સરકાર તરફથી આઝમીના નિવેદન પર સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી આવ્યો નથી, પરંતુ રાજદૂતીય વર્તુળોમાં આવી તીવ્ર ટિપ્પણીઓને અત્યંત ગંભીરતાથી જોવામાં આવી રહી છે.