ચીનની સત્તામાં રહેલી કમ્યુનિસ્ટ પાર્ટી રવિવારે બેઇજિંગમાં સપ્તાહ સુધી ચાલનારા પોતાના કોંગ્રેસ સત્રની શરૂઆત કરી છે. તેમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને રેકોર્ડ ત્રીજીવાર 5 વર્ષના કાર્યકાળ માટે સમર્થન મળવાની આશા છે. આ સત્રમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષનો એક વિડિયો પણ દેખાડવામાં આવ્યો છે.
ગત જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોની સાથે સંઘર્ષમાં ઈજાગ્રસ્ત ચીની સૈન્ય કમાન્ડર ક્યૂ ફૈબાઓએ રવિવારે બેઇજિંગમાં ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની 20મી પરિષદના ઉદ્ઘાટનમાં ભાગ લીધો હતો. ક્યૂ ફૈબાઓ પીપલ્સ લિબરેશન આર્મી અને પીપલ્સ આર્મ્ડ પોલીસના તે 304 પ્રતિનિધિઓમાંથી એક હતો, જેને પાર્ટીની તમામ મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગલવાન ઘર્ષણનો વિડિયો ચલાવવામાં આવ્યો. આ વિડિયોમાં ક્યૂઈને સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ પહેલા ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો તરફ ભગાડતા દેખાડવામાં આવ્યો હતો. આ ફુટેજ વિવિધ ક્ષેત્રોમાં સીપીસી ઉપલબ્ધિઓ અને પ્રદર્શિત કરનારા એક લાંબા વિડિયોનો ભાગ હતો. આ વિડિયો ગલવાન ઘાટીની ઘટના બાદ તત્કાલ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. રવિવારે તેને ગ્રેટ ઓડિટોરિયમમાં ફરીથી વિશાળ સ્ક્રીન પર આ વિડિયો ચલાવવામાં આવ્યો હતો.