રાષ્ટ્રપતિની ચૂંટણી નહી લડી શકે ડોનાલ્ડ ટ્રમ્પ, કેપિટલ હિંસા કેસમાં કોર્ટે અયોગ્ય કર્યા જાહેર

New Update
રાષ્ટ્રપતિની ચૂંટણી નહી લડી શકે ડોનાલ્ડ ટ્રમ્પ, કેપિટલ હિંસા કેસમાં કોર્ટે અયોગ્ય કર્યા જાહેર

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. કોલોરાડો રાજ્યની મુખ્ય અદાલતે મંગળવારે કેપિટલ હિંસા કેસમાં ટ્રમ્પને યુએસ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે. કોર્ટે રિપબ્લિકન પાર્ટી તરફથી વ્હાઈટ હાઉસની રેસમા સામેલ રિપબ્લિકન પાર્ટીના મુખ્ય દાવેદાર ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટેના રાજ્યના પ્રાથમિક મતદાનમાંથી દૂર કર્યા છે.

અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ગેરલાયક ઠેરવવા માટે કરવામાં આવ્યો છે. કોલોરાડો હાઈકોર્ટે તેના 4-3 બહુમતી નિર્ણયમાં કહ્યું કે, મોટાભાગની કોર્ટ માને છે કે ટ્રમ્પ 14મા સુધારાની કલમ 3 હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો આપનાર કોર્ટના તમામ જજોની નિમણૂક ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નરો દ્વારા કરવામાં આવી હતી.

Latest Stories