/connect-gujarat/media/media_files/2025/01/20/9hz2LAnbY61gdAZs3CEd.jpg)
ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી રવિવારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળ પહેલા અભિનંદન આપવા માટે મળ્યા હતા. આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ટ્રમ્પ આ પહેલા 2016થી 2020 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા હતા.
રિલાયન્સ ફાઉન્ડેશને આ મીટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતોનીતા અને મુકેશ અંબાણીને આશા છે કે ટ્રમ્પ સરકાર દરમિયાન ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત થશે. આ સાથે તેમણે ટ્રમ્પને તેમના નવા પરિવર્તનકારી કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી.અહેવાલ મુજબ શપથ ગ્રહણ સમારોહમાં અંબાણી દંપતીને મહત્વની બેઠક મળશે. તે ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યો અને ચૂંટાયેલા અધિકારીઓ સાથે બેસશે. આ સિવાય કેબિનેટ સ્વાગત સમારોહ અને ઉપરાષ્ટ્રપતિનું ડિનર પણ હશે, જેમાં અંબાણી પરિવાર હાજરી આપશે.