Connect Gujarat
દુનિયા

સીરિયાની લશ્કરી એકેડમી પર કરાયો ડ્રોન હુમલો, 100થી વધુ વિદ્યાર્થીનાં મોત, 250થી વધુ ઘાયલ.....

સીરિયાના હોમ્સ શહેરમાં લશ્કરી એકેડમી પર ડ્રોન હુમલો થયો હતો. એમાં ૧૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા અને ૨૫૦ જેટલાં લોકો ઘાયલ થયા હતા

સીરિયાની લશ્કરી એકેડમી પર કરાયો ડ્રોન હુમલો, 100થી વધુ વિદ્યાર્થીનાં મોત, 250થી વધુ ઘાયલ.....
X

સીરિયાના હોમ્સ શહેરમાં લશ્કરી એકેડમી પર ડ્રોન હુમલો થયો હતો. એમાં ૧૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા અને ૨૫૦ જેટલાં લોકો ઘાયલ થયા હતા. લશ્કરી એકેડમીમાં પદવીદાન સમારોહ ચાલતો હતો ત્યારે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને નિશાન બનાવીને હુમલો થયો હતો. હુમલામાં લશ્કરના અધિકારીઓ પણ માર્યા ગયા હતા. ઘટના સ્થળે ચારેબાજુ મૃતદેહોના કૂરચા ઉડેલા જોવા મળતા હતા. મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બને એવી સ્થિતિ સર્જાઈ હતી. મૃત્યુઆંક વધે એવી દહેશત પણ હેલ્થ વિભાગના અધિકારીઓએ વ્યક્ત કરી હતી. સીરિયાના હોમ્સ શહેરમાં મિલિટરી એકેડમીમાં પદવીદાન સમારોહ યોજાયો હતો. એમાં લશ્કરના સ્ટૂડન્ટ્સ ઉપરાંત તેમના પેરેન્ટ્સ પણ હાજર હતા અને સીરિયાના સંરક્ષણ મંત્રી અલી અબ્બાસ પણ એ સમારોહમાં હાજર હતા. હુમલો થયો તેની થોડી મિનિટો પહેલાં જ સંરક્ષણ મંત્રી સમારોહમાંથી નીકળી ગયા હોવાથી તેમનો બચાવ થયો હતો. ઘણાં અહેવાલોમાં દાવો થયો હતો કે ડિફેન્સ મંત્રી પણ હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે.

Next Story