દુબઈની પ્રિન્સેસ મહારાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી પતિને આપ્યા તલાક

દુનિયા | સમાચાર, દુબઈના શાસક અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વડાપ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમની પુત્રી અને દુબઈની પ્રિન્સેસે સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી છે.

New Update
દુબઈ

દુબઈના શાસક અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વડાપ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમની પુત્રી અને દુબઈની પ્રિન્સેસે સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી છે. દુબઈની પ્રિન્સેસે શેખ મહારાએ બે મહિના પહેલાં જ પુત્રીને જન્મ આપ્યો હતો.

મક્તુમની પુત્રી શેખા મહારા બિન્તે તેમના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રાશિદ બિન માના અલ મક્તુમથી તેમના છૂટાછેડાની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી છે. તેમણે ઇન્સ્ટા પોસ્ટ કરતાં કહ્યું, "પ્રિય પતિ, તમે અન્ય લોકો સાથે વ્યસ્ત રહો છો... તો હું આપણા છૂટાછેડાની જાહેરાત કરું છું. આઇ ડિવોર્સ યુ, આઇ ડિવોર્સ યુ, આઇ ડિવોર્સ યુ. ટેક કેર. તમારી ભૂતપૂર્વ પત્ની."

Latest Stories