Connect Gujarat
દુનિયા

અમેરિકાના કરોડપતિને EDનું સમન્સ, NewsClick મામલે EDની US સુધી કાર્યવાહી

અમેરિકાના કરોડપતિને EDનું સમન્સ, NewsClick મામલે EDની US સુધી કાર્યવાહી
X

રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓનાં કેસમાં ફસાયેલા વેબસાઈટ ‘ન્યૂઝક્લિકના સંસ્થાપક પ્રબીર પુરકાયસ્થ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી છેક અમેરિકા સુધી પહોંચી ગઈ છે. આ કેસમાં ઈડીએ અમેરિકાના કરોડપતિ નેવિલ રૉય સિંઘમને સમન્સ પાઠવ્યું છે. અમેરિકી બિઝનેસમેન અને આઈટી કન્સલ્ટિંગ ફર્મ થૉટવર્ક્સના પૂર્વ અધ્યક્ષ નેવિલ રૉય સિંઘમ છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય જોવા મળી રહ્યા છે. ધ અમેરિકી ટાઈમ્સની તપાસ દરમિયાન નેવિલે ન્યૂઝક્લિકને લાખો ડૉલરનું ફન્ડિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.

નેવિલ રૉય સિંઘમ અમેરિકાના પ્રખ્યાત બિઝનેસમેન અને સામાજિક કાર્યકર્તા છે. તેઓ થૉટવર્ક્સના સંસ્થાપક અને પૂર્વ અધ્યક્ષ પણ છે. આ કંપની ગ્રાહકોને સૉફ્ટવેર, સૉફ્ટવેર ટુલ્સ અને સલાહ આપવાની સેવા પૂરી પાડે છે. સિંઘમે જુદી જુદી સંસ્થાઓને ફન્ડિંગ કર્યું હોવાનું કહેવાય છે. આ સંસ્થા ચીનના વિચારોને પ્રોત્સાહન આપે છે, તેમજ ઉઈગર નરસંહારને ખોટો કહી રહ્યો છે. ઉપરાંત સંસ્થા ચીનની પાર્ટીનું મુખ્ય સમર્થન પણ રહેલું છે. ન્યૂયોર્ક ટાઉમ્સના અહેવાલો મુજબ સિંઘમના નેટવર્કે દિલ્હી સ્થિત સમાચાર વેબસાઈટ ન્યૂઝક્લિકને ફંડ પુરુ પાડ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ન્યૂઝક્લિકને 38 કરોડ રૂપિયાનું ફન્ડિંગ કરવામાં આવ્યું. એવો પણ દાવો કરાયો છે કે, સિંઘમ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી માટે કામ કરે છે. મળતી માહિતી મુજબ સિંઘમ ચીનના શાંઘાઈમાં રહે છે. દરમિયાન ન્યૂઝક્લિકે જણાવ્યું કે, તેમને નેવિલ રૉય સિંઘમ પાસેથી કોઈપણ ફંડ મળ્યું નથી અને ન્યૂઝક્લિકને મળતું તમામ ફેન્ડિંગ યોગ્ય બેન્કિંગ ચેનલો દ્વારા કરવામાં આવે છે.

Next Story