ઇલોન મસ્કની આગાહી: 2035 સુધી નોકરીઓ ઓપ્શનલ બનશે

ટેક્નોલોજી જગતના ક્રાંતિકારી ઉદ્યોગપતિ ઇલોન મસ્કે જણાવ્યું છે કે 2035 સુધીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું વિકસિત થઈ જશે કે પરંપરાગત નોકરીઓ ‘ઓપ્શનલ’ બની જશે.

New Update
Elon musk

ટેક્નોલોજી જગતના ક્રાંતિકારી ઉદ્યોગપતિ ઇલોન મસ્કે જણાવ્યું છે કે 2035 સુધીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું વિકસિત થઈ જશે કે પરંપરાગત નોકરીઓ ‘ઓપ્શનલ’ બની જશે.

યુકેના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રિશિ સુનક સાથેની હાઈ-પ્રોફાઈલ ચર્ચા દરમિયાન મસ્કે કહ્યું કે એઆઈ જે ઝડપે આગળ વધી રહી છે, તેને જોતા લાગે છે કે કોડિંગ જેવી અનેક ટ્રેડિશનલ જોબ્સ અસ્તિત્વમાં જ નહીં રહે. ભવિષ્યમાં મોટાભાગનું કામ એઆઈ દ્વારા થઈ જશે અને માત્ર આત્મસંતોષ ઇચ્છનાર લોકો જ નોકરી પસંદ કરશે. મસ્કે જણાવ્યું કે આવનારા સમયમાં કામ ટેલિઓપરેટેડ હશે—અર્થાત્ ઘરનાં સોફા પર બેસીને જોયસ્ટિકથી કામ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે, બિલકુલ વિડીયો ગેમ રમી શકાય તેમ સરળ.

તેના મત મુજબ એઆઈ એ માનવજાત માટે મોટી તક છે કારણ કે તે ગરીબી દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. મસ્કે સમજાવ્યું કે જેમ ઘણા લોકો શાકભાજી ઉગાડી શકે છતાં બજારમાંથી ખરીદે છે, એમ ભવિષ્યમાં માણસ પોતાની કામગીરી પણ એઆઈને સોંપી દેશે. વિશ્વની અગ્રણી સંસ્થાઓ પણ આ દિશામાં ચિંતા અને અનુમાન રજૂ કરે છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ પ્રમાણે એઆઈ 2030 સુધી 9.2 કરોડ નોકરીઓ ખતમ કરી શકે છે, જ્યારે 17 કરોડ નવી ભૂમિકાઓ ઉભી કરશે. મેકકિન્સે એન્ડ કંપની અંદાજ લગાવે છે કે ઓટોમેશન 800 મિલિયન લોકોને વિસ્થાપિત કરશે, જ્યારે ગોલ્ડમેન સૅક્સ મુજબ ઉત્પાદનક્ષમતા વધવાથી વૈશ્વિક GDPમાં 7% વધારો થશે.

આ આગાહીને Paytmના CEO વિજય શેખર શર્માએ પણ સમર્થન આપ્યું છે. તેમણે મસ્કની એઆઈ દ્વારા ગરીબી હટાવી શકાય એવી વાતને સાચી ગણાવી અને કહ્યું કે ઘણા વિકસિત દેશોમાં ગરીબી કરતાં ‘ઇર્ષ્યા’ વધારે મોટી સમસ્યા છે. મસ્કના ભાષણમાં ‘ઓપ્શનલ વર્ક’ના મોડલની હકીકત અંગે પણ ચર્ચા થઈ. તેમણે કહ્યું કે આ મોડલને વાસ્તવિકતા બનાવવા લાખો હ્યુમનોઈડ રોબોટ્સની જરૂર પડશે. તેમના જણાવ્યા મુજબ, ટેસ્લા હવે માત્ર ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક નહીં, પણ હ્યુમનોઈડ રોબોટ ઉત્પાદન કંપની બની રહી છે, અને ભવિષ્યમાં કંપનીનો મોટો નફો ‘ઓપ્ટિમસ’ રોબોટ પરથી જ આવશે, જે ઘરકામથી લઈને ઉદ્યોગ અને હેલ્થકેર જેવા કાર્યો કરી શકશે.

ભારતમાં એઆઈ ‘આપદા કે અવસર’ બને તે અંગે નિષ્ણાતો વચ્ચે મિશ્ર મત છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ આગામી પાંચ વર્ષમાં ટેક સેક્ટરમાં 20 લાખ નોકરીઓ વિસ્થાપિત થશે, જ્યારે 40 લાખ નવી ભૂમિકાઓ ઊભી થશે. EYના અંદાજ મુજબ 2030 સુધી જનરેટિવ એઆઈ 3.8 કરોડ ભારતીય નોકરીઓને રિશેપ કરશે, જેમાં 24% કામ સંપૂર્ણપણે ઓટોમેટેડ અને 42% એઆઈ–એન્હેન્સ્ડ બનશે. મેકકિન્સે ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂટ ચેતવે છે કે ટેક્સટાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ જેવા સેક્ટરમાં 6 કરોડ કામદારોને જોખમ છે. આઈટી ક્ષેત્રમાં પણ ઓટોમેશનના કારણે 78,000થી વધુ નોકરીઓ પહેલેથી જ ગુમાઈ ચૂકી છે.

તથાપિ નિષ્ણાતો કહે છે કે ભારત પાસે એઆઈ પાવરહાઉસ બનવાની બહુ મોટી તક છે. એક અભ્યાસ સૂચવે છે કે 2025 સુધી એઆઈ ભારતની અર્થવ્યવસ્થામાં 967 અબજ ડોલરનું યોગદાન આપી શકે છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ મુજબ ભારત 2030 સુધીમાં એન્જિનિયરિંગ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ અને એઆઈ આધારિત કસ્ટમર સર્વિસ જેવી 4 કરોડ નવી નોકરીઓ ઊભી કરી શકે છે, જે ભારતને વૈશ્વિક સ્તરે એઆઈ હબ તરીકે સ્થાપિત કરી શકે છે.

Latest Stories