બ્રિટનના લીડ્સ શહેરમાં રમખાણ જાણો શું બની ઘટના

બ્રિટનના  લીડ્સ શહેરમાં ગત રાતે જોરદાર રમખાણો થયા હતા. મોટી સંખ્યામાં લોકો શહેરની વચ્ચોવચ એકત્રિત થઈ ગયા અને ભારે તોફાન મચાવ્યું હતું.લોકોએ આ દરમિયાન બસને આગ ચાંપી

New Update
ડ

બ્રિટનના  લીડ્સ શહેરમાં ગત રાતે જોરદાર રમખાણો થયા હતા. મોટી સંખ્યામાં લોકો શહેરની વચ્ચોવચ એકત્રિત થઈ ગયા અને ભારે તોફાન મચાવ્યું હતું.

લોકોએ આ દરમિયાન બસને આગ ચાંપી દીધી હતી. સાથે પોલીસની ગાડીઓને પણ નિશાન બનાવીને તોડફોડ મચાવાઈ હતી.

 આ રમખાણોનું કારણ સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી છે જે બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરી ચાઈલ્ડ કેર હોમમાં રાખવા માગતી હતી.

 તેના જ વિરોધમાં લોકો માર્ગો પર ઊતરી આવ્યા હતા. હિંસા કરનારાઓ સાથે તેમના બાળકો પણ ત્યાં જ હાજર હતા.

 એકાએક ભીડ ઉગ્ર બની હતી અને આગચંપી અને તોડફોડ જેવી ઘટનાઓને અંજામ અપાયો હતો. જોકે અત્યાર સુધી આ હુમલામાં કોઈના ઘાયલ કે મોતના અહેવાલ સામે આવ્યા નથી.

Latest Stories