પાકિસ્તાનમાં એમપોક્સનો વધુ એક દર્દી મળી આવ્યો છે. આવી સ્થિતિમાં MPOX દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. તમામ પાંચ કેસો એવા લોકોમાં જોવા મળ્યા જેઓ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાંથી ઉતર્યા હતા. ત્રણેયમાંથી કયો વેરિએન્ટ છે એ જાણી શકાયું નથી.
અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે કરાચી એરપોર્ટ પર પેસેન્જરની તપાસ કરવામાં આવી હતી. ત્યાં બે શંકાસ્પદ દર્દીઓ જોવામાં આવ્યા હતા, જેમાંથી 51 વર્ષીય વ્યક્તિ વાયરસથી સંક્રમિત જોવા મળ્યો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.પાકિસ્તાનમાં મંકીપોક્સ વાયરસનો નવો કેસ સામે આવ્યા બાદ સરકાર સતર્ક થઈ ગઈ છે. તમામ એરપોર્ટ પર દેખરેખ વધારી દેવામાં આવી છે. તે જ સમયે, લોકોને મંકીપોક્સના ફેલાવાને લઈને ચિંતા ન કરવા માટે કહેવામાં આવ્યું છે. ગયા વર્ષે પાકિસ્તાનમાં મંકીપોક્સથી એક દર્દીનું મોત થયું હતું